Aarogyatirth
Arogyatirth is an established Ayurveda clinic since 1980. We also provide detoxification through panchakarma.
We provide holistic treatment to all age group people and healing all the health issues/problems/disease with ayurvedic approach.
મોં માં પડતી
ચાંદી ઓના ઘરેલૂ
ઉપાયો..
***********************
મોં ની અંદર સોજો આવે, લાલાશ વધી જાય,બળતરા થાય, ચાંદીઓ પડે તેને આપણે મો આવી જવું કહેતા હોઈએ છીએ. જેને અંગ્રેજીમાં કહે છે.. Stomatitis, આયુર્વેદમાં मुखपाक કહે છે.
આ ચાંદીઓ જીભ પર પડે, ગલોફામાં પડે, હોઠની અંદરની બાજુ પર પડે કે દાંતના પેઢામાં પણ પડી શકે છે.
મરચું, અથાણા ,તીખું કે મસાલા વાળું ખાઈ ન શકાય.બળતરા ખૂબ થાય.
ઉપાય શું?
मुखपाकेषु सर्वेषु तिक्तवर्गं प्रयोजयेत् ।पटोल निम्ब यष्टीनां क्वाथैः कवलमुत्तमम् ।।
બધા પ્રકારની મોમાં પડતી ચાંદીઓ માટે કડવા રસવાળી ઔષધીઓ કે કડવા રસવાળા શાકભાજી મેથી ,કારેલા વગેરે વધારે ખાવા જોઈએ.
પરવળ, લીમડો ,જેઠી મધનો ઉકાળો બનાવી તેને મો માં ભરી કોગળા કરવા..
એ મો ની ચાંદીનો ઉત્તમ ઉપાય છે.
બકરીના દૂધના કોગળા કરવાથી કે બકરીનું દૂધ પીવાથી મો ની ચાંદીઓમાં ઘણી રાહત થાય છે. ઓસ્ટ્રેલિયા ના અમારા એક દર્દી શ્રવણભાઈ જેમને અલ્સરેરિવ કોલાયટીસ છે. પંચકર્મની ચિકિત્સા પછી બકરીનુ દૂધ લેવાનુ ચાલુ રાખ્યું છે. ત્રણ વર્ષ થયા હજુ સુધી એમને અલ્સર ફલેરઅપ થયુ નથી. ..............વૈદ્ય પ્રવીણ હીરપરા
Online consultation available
For appointment call 8320519146
ધાણા જીરું સાકર
****************
ઝાડા ને નિયંત્રિત કરતો
ઘરેલૂ ઉપાય.
****************
भय विष शोक
ઝાડા થઈ જવાના ઘણા કારણો છે,
એમાંના ઉપરયુક્ત ત્રણ કારણો ઘણા મહત્વના છે. विष એટલે poison... ફૂડ પોઈઝનીગ.
ઘણી વખત જમણવારમાં જમવા ગયા હોઈએ કે રેસ્ટોરન્ટ
કે ફાઈવ સ્ટાર હોટલમાં જમવા ગયા હોઈએ કે ઘરમાં ઘણા દિવસ ફ્રીઝમાં રાખી મૂકેલ વાસી ખોરાક ખાઈએ તો ઝાડા થઈ જવાની સમસ્યા પેદા થઈ શકે છે.
भय એટલે fear
બોસે આપેલ ટાર્ગેટ પ્રમાણે કામ પુરું ન થાય ત્યારે સ્ટ્રેસ પેદા થાય છે ,પણ આ સ્ટ્રેસ ના ભયમાં બોસ ધમકાવશે કે નોકરીમાંથી કાઢી મુકશે એવો સતત ડર રહ્યા કરે છે. જ્યારે પરાકાષ્ઠા એ પહોંચે ત્યારે પાચન નબળું પડે છે અને ઝાડા થઈ જાય છે. એવી જ રીતે...
शोक - Grief
કોઈ માઠા સમાચાર મળે અને મન એવું વિચારવા માંડે કે હવે શું થશે ??એવી ચિંતા.. એન્ઝાઈટી ને કારણે પણ ઝાડા થઈ જાય છે.
આવી સમસ્યાઑની અસર શરીર પર ન પડે એ માટે મન ને કેળવવું પડે. મન ની શક્તિ વધારવી પડે.
માઈન્ડ પાવર
વધારવા માટે જરૂરી છે નિયમિત યોગ ,નિયમિત પ્રાણાયામ, નિયમિત ધ્યાન- Meditation.
ડાયરિયા ને નિયંત્રિત કરવા જોઈએ ઘરેલૂ ઉપચાર
રીલમાં
............વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online consultation available
For appointment call 8320519146
18/09/2026
“હે વત્સ! ૧૦૦ શરદ ઋતુ
હેમખેમ પાર કરી શકે તેનું આયુષ્ય ભોગવ.” 🌿
આપણા શાસ્ત્રોમાં શરદ ઋતુને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વરસાદ પછી આવતી આ ઋતુમાં વાતાવરણમાં ગરમી વધે છે અને આયુર્વેદ અનુસાર શરીરમાં પિત્તનો પ્રકોપ વધી શકે છે. તેથી આ સમય દરમિયાન યોગ્ય આહાર-વિહારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
શરદ ઋતુમાં દહીંનું સેવન ટાળવું, કારણ કે આયુર્વેદમાં તેને પિત્તવર્ધક માનવામાં આવે છે. બહારનો શેરડીનો રસ પીવાને બદલે શેરડીને ચૂસીને ખાવી વધુ સારી માનવામાં આવે છે.
વધુ પડતો તીખો, ખાટો અને ઉષ્ણ પ્રકૃતિનો ખોરાક ઓછો લેવો. સીતાફળ, કેળાં, સફરજન, દાડમ જેવા ઋતુ અનુસાર મળતાં ફળો યોગ્ય પ્રમાણમાં લઈ શકાય. સાથે મેથી, કારેલા અને કંકોડા જેવા કડવા સ્વાદવાળા શાકભાજી આહારમાં સામેલ કરી શકાય. વધુ તેલવાળું અને તળેલું ખાવાનું ટાળવું અને જરૂર મુજબ ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય.
ઋતુને સમજો, આહારને બદલો અને સ્વાસ્થ્યને સાચવો. 🌿
Online consultation available
For appointment call 8320519146
ઉપવાસ કર્યા પછી પારણા કરતી વખતે શું શું સંભાળ રાખવી?
************************
ભગવાન બુદ્ધ કહે છે,
1000 માણસોને હરાવી ને યુદ્ધ જીતીએ,ને એવા 1000 યુદ્ધ જીતી લો તો પણ તમે ખરા વિજેતા નથી. ખરો વિજેતા એ છે કે જેમણે જાતને જીતી છે.
જાતને જીતવી એટલે શું?
મનનો નિગ્રહ કરવો એ સૌથી કઠણ બાબત છે મન નુ ચાંચલ્ય ઓછું કરી, મન ને સ્થિર કરીને મનને જીતવું.
ઇન્દ્રિયો હંમેશા મનને ખેંચીને વિષયો તરફ લઈ જાય છે આ ખેંચાણ પર નિયંત્રણ લાવવું એ મનનો નિગ્રહ છે.
તપશ્ચર્યા કરવી,ઉપવાસ કરવા, અઠ્ઠાઈ કરવી, માસ ખમણ કરવું કે ચાતુર્માસ માં જુદા- જુદા વ્રત ઉપવાસ કરવા. આ બધું ત્યારે થઈ શકે જ્યારે મન પર નિયંત્રણ લાવી શકાય. મનને જેટલું નિયંત્રિત કરી શકાય એટલી મનની શક્તિ વધતી હોય છે.
નાની-મોટી તપશ્ચર્યા કર્યા પછી પારણા નો દિવસ આવે છે. પારણા નો દિવસ અને પારણા પછીના દિવસો સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વના છે .પારણામાં અને પારણા પછીના દિવસોમાં શું શું સંભાળ રાખવી જોઈએ .
એ માટે જોઈએ રીલમાં
......વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online Consultation Available.
For Appointment Call : 8320519146
🙏
વ્રત ઉપવાસ વખતે ખોરાક ઓછો લેવાથી કે બંધ કરવાથી શરીરમાં નવી શક્તિનો સંચાર કેવી રીતે થાય છે...?
તપશ્ચર્યા નું આધ્યાત્મિક મહત્વ તો છેજ.
પરંતુ હવે વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે એ મન અને શરીર માટે કેટલું ઉપયોગી છે.
Self Eating
એટલે કે સ્વયં ને ખાવી જેને Autophagy પણ કહે છે .આ પ્રક્રિયામાં શારીરિક કોષો શરીરની અંદર જુના, નિષ્ક્રિય,ખરાબ ભાગને સાફ કરે છે અને તેનું રિસાયકલિંગ કરીને તેને દુરસ્ત કરે છે, સ્વસ્થ કરે છે. ટૂંકમાં ઓટોફેજી એક પ્રકારની શુદ્ધિકરણ ની પ્રક્રિયા છે .
જાપાનીઝ વૈજ્ઞાનિક ડો.યોશિનોરી ઓહસુની ને
ઓટો ફેગી ની પ્રક્રિયા પરના ક્રાંતિકારી રિસર્ચ માટે 2016 માં નોબલ પારિતોષિક મળ્યું છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં થતા વ્રત, ઉપવાસ, તપશ્ચર્યા પણ શરીરની શુદ્ધિકરણની જ એક પ્રક્રિયા છે
રિસર્ચ પ્રમાણે શરીરને ખોરાકમાંથી મળતી ઉર્જા બંધ થાય છે ત્યારે આપણા શરીરના કોષો જીવતા રહેવા માટે અંદરના કચરાને ખાવાનું શરૂ કરી દે છે.
આયુર્વેદ પ્રમાણે શરીરના કોષો, શરીરના સ્ત્રોતસ ... ચેનલ્સ માં ચીપકીને રહેલા અનડાઈજેસ્ટેડ ફૂડ મટીરીયલ્સ કે જેને आम કહેવામાં આવે છે. લંઘન એટલે કે લઘુ આહાર કે ઉપવાસ થી આમ નુ પાચન થવા માંડે છે. અને આમનું પાચન થતાં શરીરમાંની આળસ, ભારેપણું, તંદ્રા દૂર કરીને શરીરમાં નવી શક્તિ નો સંચાર થાય છે.
તપશ્ચર્યા દરમિયાન કે પછી શરીરને નુકસાન ન થાય એ માટે શું શું કરવું...?
એ માટે જુઓ આ રીલ માં. ...
........વૈદ્ય પ્રવીણ હીરપરા
Online Consultation Available.
For Appointment Call : 8320519146
લીંબુ ...
ઘી અને અડદમાંથી બનતા અતિભારે ખોરાકને પણ સરળતાથી પચાવી દે છે.
*******
Nutritional week part - 7
*******
જેમને લીંબુ અનુકુળ આવતું હોય તેમણે ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં લીંબુનો ઉપયોગ કરવો જોઈએ.
निम्बुकं कृमिसमूहनाशनं तीक्ष्णमम्लोष्णमुदरग्रहापहम् ।वातपित्तकफशूलिनां हितं कष्टनष्टरुचिरोचनम् परम् ॥
આયુર્વેદ મનિષીઓ કહે છે,
લીંબુ શરીરમાં થતાં 20 પ્રકારના કૃમિ સમૂહનો નાશ કરે છે, ઉપરાંત તેના તિક્ષ્ણ અને અમ્લ ગુણ થી સ્ત્રોરોધ એટલે કે શરીરની નાની મોટી ચેનલ્સમાં પેદા થતાં આમ ના આવરણને દૂર કરે છે. ઉપરાંત જેમનું પેટ કઠણ ,જકડાયેલું રહેતું હોય તો તેને મૃદુ કરે છે .વાયુ પિત્ત કફને કારણે પેદા થયેલ દુખાવાને નિયંત્રિત કરે છે ,દર્દનો નાશ કરે છે અને સૌથી મહત્વની બાબત છે ખોરાક પ્રત્યેની અરુચિ ને દૂર કરે છે.
ઘી નો અપચો થયો હોય કે અડદ જેવા ભારે પ્રોટીનયુક્ત ખોરાકનો અપચો થયો હોય ત્યારે લીંબુ ને કાપી તેના પર મરી અને મીઠું ભભરાવી ચૂસી જવું અથવા લીંબુનું શરબત પીધા કરવાથી અપચો દૂર થાય છે અને શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ મળે છે.
વધુ રીલમાં. ....
......વૈદ્ય પ્રવીણ હીરપરા.
Online Consultation Available.
For Appointment Call : 8320519146
ચણામાં રહેલું પ્રોટીન સરળતાથી કેવી રીતે પચે?
**************************
National nutrition week part - 6
**************************
ગાંઠીયા
ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોનું પ્રિય ફરસાણ છે. ઘણી વ્યક્તિઓ રોજ ગાંઠીયા ખાય છે, છતાં પણ એમને કોઈ તકલીફ થતી નથી.
કેમ??
કારણ કે ગાંઠિયાની સાથે પપૈયાની છીણ આપવામાં આવે છે, કાચા પપૈયાની છીણમાં Papain કરીને એન્ઝાઇમ રહેલો છે. Papain Enzime પ્રોટીન ને બ્રેક ડાઉન કરી દે છે જેથી પચવામાં ભારે પ્રોટીન સરળતાથી પચી જાય છે, ઉપરાંત એ ગેસ બ્લોટીંગ કે પેટની ગડબડને દૂર કરે છે. Papain મા Anti Inflammatory પ્રોપર્ટી છે. જે હોજરીમાં રહેલા સોજાને દૂર કરે છે, પેટ સાફ કરે છે, પાચન સારું કરે છે .
એ ઉપરાંત ગાંઠીયા ભજીયા સહિતના ચણાના લોટ થી બનતા ફરસાણમાં મરી અને ખાવાનો સોડા પણ ઉમેરવામાં આવે છે. જે ચણાના પ્રોટીનને સારી રીતે પચાવી દે છે. વેજીટેબલ્સમાં પણ આલ્કલાઇન ...ક્ષારીય તત્વ રહેલું છે જે એસિડને ન્યુટ્રલ કરી દે છે. જેથી એસીડીટી ગેસની સમસ્યા રહેતી નથી.
આમતો ગાંઠિયા નડતા નથી.છતાંય માપ માં ખાવા.પરંતુ વારંવાર એકના એક તેલમાં તળેલા ગાંઠિયા કે ભજીયા.. ગોટા ૧૦૦% ટકા નુકસાન કરે છે.
.......વૈદ્ય પ્રવીણ હીરપરા.
સિનિયર સિટીઝન ઝડપથી પચાવી શકે તેવું પ્રોટીન.....
મગ
******************
National Nutrition
week 5
****************
મગમાં 24 % પ્રોટીન છે અડદમાં પણ 24% પ્રોટીન છે.આમછતાં મગ લઘુ એટલે પચવામાં હળવા છે જ્યારે અડદ ગુરુ છે એટલે કે પચવામાં ભારે છે.આ લઘુ અને ગુરુ ગુણની વિભાવના માત્ર આયુર્વેદમાં છે.
मुद्गो रूक्षो लघु ग्राही कफपित्तहरो हिम्:। स्वादुरल्पानिलो नेत्र्यो ज्वरघ्नो बहुधा मत:।।
આચાર્ય ભાવ પ્રકાશ કહે છે. .
रूक्षो : શરીરમાં કફને સંતુલિત કરે છે.
लघु : પચવામાં તદ્દન હળવા છે.
ग्राही : IBS જેવી સમસ્યા કે જેમાં વારંવાર મલનિષ્કાસન થાય છે. તેને રોકે છે. ઝાડાની સમસ્યામાં પણ ઉપયોગી છે.
कफपित्तहरो : કફ અને પિતની સમસ્યાઓનું નિર્હરણ કરે છે.
हिम् : તાસીર માં થોડા ઠંડા છે. अल्पानिलो : अनिल એટલે વાયુ. બીજા કઠોળની સરખામણીમાં મગ ઓછો વાયુ કરે છે.
नेत्र्यो : આંખોનું તેજ વધારે છે.
ज्वरघ्नो : તાવ જેવી માંદગીમાં મગ જેવો ખોરાક જ પચી શકે. તાવને ઉતારવામાં પણ મદદરૂપ થાય.
આમ છતાં ફણગાવેલા મગ ન ખાવા આયુર્વેદ એને विरूढ धान्य કહે છે જે પચવામાં ભારે થઈ જાય છે.
..........વૈદ્ય પ્રવીણ હીરપરા.
બાળકો માટે
ચીઝ પનીર કેટલા સારા
ક્યારે નઠારા..?
National nutrition week day 4
પ્રોટીન કેટલું લઈએ છીએ એના કરતાં પ્રોટીન પચાવવાની ક્ષમતા કેટલી છે એ મહત્વનું છે. ઘણીવાર પ્રોટીનવાળો ખોરાક લેવાય તો ગેસ, પેટ ફૂલી જવું, બ્લોટીંગ ની સમસ્યા થતી હોય છે આવું થાય ત્યારે સૌથી પહેલાં અગ્નિ પ્રદીપ્ત થાય એની સારવાર કરવી જોઈએ.
પનીર માં પ્રોટીન ની માત્રા વધારે છે અને પચવામાં પણ ભારે છે. એટલે જેમનો શારીરિક શ્રમ ઓછો હોય તેમણે ચીઝ, પનીર ન ખાવા જોઇએ.
પરંતુ બાળકો આખો દિવસ સક્રિય હોય છે. રમવાનું, દોડધામ વગેરે સતત ચાલુ હોય છે. શારીરિક વિકાસ માટે પણ પ્રોટીન જરૂરી હોય છે.એટલે તેઓ પનીર પચાવી શકે.
પરંતુ જે બાળકોને તાવ, શરદી, ઉધરસ વારંવાર થયા કરતા હોય તેમને ચીઝ પનીર પચવામાં ભારે પડે છે.તેમને ન આપવા.......વૈદ્ય પ્રવીણ હીરપરા.
હિમોગ્લોબિન ની ઉણપ દૂર કરે છે ખજૂર .
*********************
Nutrition week
part 3
********************
શરીરમાં હિમોગ્લોબીન ઓછું થવાના મુખ્ય બે કારણો કહેવાય છે . એક શરીરના કોઈ ભાગેથી રક્તનો સ્ત્રાવ થતો હોય અને બીજું કારણ શરીરમાં લોહી બનતું ના હોય.
ખજૂર આ બંને કારણોને દૂર કરે છે.
खर्जूरम
रक्तपित्त प्रशमनम शीतलं बल पुष्टिदम
રક્તપિત પ્રશમનમ એટલે કે ક્યાંયથી પણ થતા રક્તસ્ત્રાવને અટકાવે છે.
बलपुष्टिदम એટલે શરીરમાં શક્તિનો સંચાર કરે છે અને શરીરની રક્ત સહિતની ધાતુઓને પુષ્ટ કરે છે.
આમ ખજૂર રક્તસ્ત્રાવ ને બંધ કરે છે અને રક્ત ની માત્રા પણ વધારે છે.
ઘણા લોકો ખજૂરને ગરમ માને છે પણ આચાર્ય ભાવપ્રકાશ કહે છે ખજૂર શીતલમ એટલે કે પ્રકૃતિમાં ઠંડો છે........ વૈદ્ય પ્રવીણ હીરપરા
Category
Contact the business
Telephone
Website
Address
A18, Capital, Ashram Road Nr. Nehru Bridge
Ahmedabad
380009
Alerts
Be the first to know and let us send you an email when Aarogyatirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.